Google Discover એ ગૂગલ દ્વારા રજૂ કરાયેલું એક અનોખું ફીચર છે, જે યુઝર્સને તેમના રુચિ અને સર્ચ પર આધારિત વિષયવસ્તુ, સમાચાર અને લેખ પ્રસ્તુત કરે છે. અત્યાર સુધીમાં આ સુવિધા માત્ર મોબાઈલ પ્લેટફોર્મ સુધી મર્યાદિત હતી, પણ હવે Google Discover ડેસ્કટોપ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ બન્યું છે. આ નવા અપડેટથી અનેક દેશોના યુઝર્સને વિશિષ્ટ અને વ્યક્તિગત માહિતીનો લાભ હવે તેમના લૅપટોપ અથવા પીસી પર પણ મળશે.
Google Discover શું છે અને એ કેવી રીતે કામ કરે છે?
Google Discover એ એક માહિતી આપતું પર્સનલાઈઝ્ડ ફીડ છે, જે યુઝરનાં બ્રાઉઝિંગ પેટર્ન, સર્ચ ઇતિહાસ, લોકેશન અને અન્ય સગવડો આધારે વિચારોને શ્રેણીબદ્ધ કરે છે. એમાં બ્રેકિંગ ન્યૂઝ, બ્લોગ્સ, યૂટ્યુબ વિડિયોઝ, ટ્રાવેલ ટિપ્સ, હેલ્થ લેખો, વગેરે નો સમાવેશ થાય છે.
ગૂગલ ક્રોમમાં તમે જ્યારે નવી ટૅબ ખોલો છો અથવા મોબાઈલ એપમાં હોમપેજ જુઓ છો ત્યારે આ ફીડ દેખાય છે. હવે તે જ અનુભવ ડેસ્કટોપ બ્રાઉઝિંગ માટે પણ ઉપલબ્ધ થઈ ગયો છે
Google શોધવા ડેસ્કટોપ પર જે દેશોમાં ઉપલબ્ધ છે ?
ગૂગલે આ નવા ફીચરનો રોલઆઉટ 2025ની શરૂઆતથી શરૂ કર્યો હતો અને હવે એ વિશ્વના ઘણા દેશોમાં સંપૂર્ણ રીતે લોન્ચ થઈ ચૂક્યું છે. ખાસ કરીને નીચે દર્શાવેલ દેશોમાં આ સુવિધા ઉપલબ્ધ છે:
- ન્યુ ઝિલેન્ડ
- ઓસ્ટ્રેલિયા
- યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા
- કેનેડા
- યુનાઇટેડ કિંગડમ
- જર્મની
ન્યુ ઝિલેન્ડ માં આ સુવિધા બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે, તમે પણ આ લિન્ક પર જઈ ને તેનો ઉપયોગ કરી સકો છો www.google.com/?gl=nz.

Google Discover ડેસ્કટોપ ફીચર્સ અને તેનો લેઆઉટ
ડેસ્કટોપ Discover માટેનું લેઆઉટ મુખ્ય Screen પર horizontally scroll થતું છે. દરેક કાર્ડમાં મુખ્ય મથાળું, શોર્ટ ડિસ્ક્રિપ્શન, પ્રકાશકનું નામ અને છબી હોય છે.
વિશિષ્ટ લક્ષણો:
- કાર્ડ આધારિત ડિઝાઇન, જે ધ્યાન ખેંચે છે.
- દેખાવ વધુ આકર્ષક છે.
- નવો એલ્ગોરિધમ, જે ડેસ્કટોપ ના વર્તન મુજબ માહિતી આપે છે.
ભારતમાં Google Discover નો પ્રતિસાદ
ભારતમાં મોબાઈલ યુઝર્સ પહેલાથી જ Discover નો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ ડેસ્કટોપ માટે આ પહેલું અવસર છે. પત્રકારિતા, ટેક બ્લોગર્સ, વિદ્યાર્થી અને એનાલિસ્ટ્સ માટે આ એક ખૂબ જ ઉપયોગી ટૂલ સાબિત થઈ શકે છે.
સામાન્ય રીતે ભારતીય યુઝર્સ ફાસ્ટ લોડિંગ, પર્સનલ કસ્ટમાઈઝેશન અને વિજ્યુઅલ ફોર્મેટ વાળા કન્ટેન્ટને વધુ પસંદ કરે છે. Discover આ બધાં પેરામિટર્સ પર ખરો ઊતરે છે.
SEO અને ડિજિટલ માર્કેટર્સ માટે Google Discoverનું મહત્વ
ડિજિટલ માર્કેટિંગ અને SEO ક્ષેત્રે કામ કરતા લોકો માટે Google Discover હવે વધુ મહત્વ ધરાવે છે. કારણ કે હવે માત્ર મોબાઈલ નહીં પણ ડેસ્કટોપમાંથી પણ ટ્રાફિક ડ્રાઇવ કરી શકાય છે.
Discover ફીડમાં તમારી વેબસાઈટના લેખને લાવવામાં માટે નીચેના મુદ્દાઓ મહત્વપૂર્ણ છે:
- મુખ્ય ફોટો ને વધુ આકર્ષક બનાવો અને તેની ઓછા માં ઓછી ૧૨૮૦x૭૨૦ સુધી ની રાખો.
- મુખ્ય હેડ લાઈન પણ સહેલાય થી સમજી સકે તેવી રાખો.
- તમારા લેખ ટ્રેન્ડિંગ અને ન્યૂઝવર્ધી વિષયો પર લખો.
- મોબાઈલ અને ડેસ્કટોપ બંને માટે તમારું પેજ જડપી લોડ થાય તે સેટ કરો.
કયા પ્રકારના કન્ટેન્ટને Google Discover વધુ પ્રમોટ કરે છે?
Google Discoverમાં સફળ થવા માટે કન્ટેન્ટમાં સારી ક્વોલિટી ના ફોટો, ટ્રેન્ડિંગ ટોપિક્સ, અને અપ-ટુ-ડેટ માહિતી હોવી જોઈએ. નીચેના પ્રકારના કન્ટેન્ટ Discoverમાં વધુ સારી રીતે પરફોર્મ કરે છે:
- ટેક્નોલોજી અપડેટ્સ
- ફિનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ
- ટ્રાવેલ બ્લોગ્સ અને ડેસ્ટિનેશન ગાઈડ્સ
- હેલ્થ અને ફિટનેસ લેખો
- શિક્ષણ સંબંધિત માહિતી
- અભ્યાસક્રમ અને પરીક્ષા અપડેટ્સ
- નોકરી ને લગતી માહિતી
Google Discoverમાં કન્ટેન્ટ લાવવા માટેની કેટલીક ટિપ્સ
- AMP (Accelerated Mobile Pages) ને સપોર્ટ કરો
- સ્ટ્રક્ચર્ડ ડેટા (Schema Markup)નો ઉપયોગ કરો
- એકસ્ટરનલ લિંક્સ અને હાઈ ઓથોરિટી વેબસાઈટ્સથી રેફરન્સ લો
- ટાઈટલ અને મેટા ડિસ્ક્રિપ્શનને કસ્ટમાઈઝ કરો
- સોશિયલ મીડિયા શૅરિંગ વધારવો